રાધનપુર રિક્ષા માં બેસાડી લોકો ને લુટતી ગેંગ રાધનપુર પોલીસ હારીજ થી પાસપોર્ટ વોરંટ માં લાવી તપાસ હાથ ધરી

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર થી વાઢીયા ગામ જવા માટે ઊભેલ વાઢીયા ગામ ના અને રાધનપુર કોલેજ ખાતે હંગામી ફરજ બજાવતા કર્મચારી શાન્તિ ધામ પાસે કોઈ વાહન ની રાહ જોઈ ને ઉભા હતા તે દરમિયાન આ લુટારી ગેંગ ની નજર આ ઉભેલ માણસ ઉપર પડેલી રિક્ષામાં બેસાડી આગળ લઈ રસ્તા ઉપર ઉતારી મુકી ૧૭ હજાર રૂપિયા લઈને ફરાર થઇ જતાં રાધનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેને લઈને આ ગેંગ ને હારીજ પોલીસે પકડી પાડેલ તેને લઈને રાધનપુર પોલીસ સ્ટેશને ખાતે નોંધાઈલ ફરિયાદ ના આધારે ચાર લોકો ને રાધનપુર પોલીસ સ્ટેશને લાવી પોલીસ સ્ટેશન ખાતે આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment