દિવાળી પર્વને ધ્યાને લઈ એસ.ટી વિભાગ જામનગરનો મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.૨૬/૧૦/૨૦૨૪થી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના ૫૧ થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના…

Read More

આગામી તહેવારોને અનુલક્ષીને જામનગર જિલ્લામાં હથિયારબંધી જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર       આગામી દિવસોમાં દિવાળી, નૂતન વર્ષ, ભાઈ બીજ જેવા તહેવારો ઉજવવામાં આવનાર હોય, જેને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.05/11/2024 સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.      જે મુજબ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળા જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ,…

Read More

પરપ્રાંતના લોકોને મકાન ભાડે આપેલ હોય તેવા કિસ્સામાં મકાન માલિકે દિન-૮ માં જરૂરી વિગતો લગત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર      હાલના પ્રવર્તમાન સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજયમાં અમદાવાદ, સુરત, મોડાસા વિગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા આતંકવાદી કૃત્યો અનુસંધાને આવા કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો વખત મળતા અહેવાલોને ધ્યાને લઈ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્ય કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવી આવશ્યક હોય મકાન ભાડેથી આપવાના કિસ્સામાં, મકાન ભાડે રાખનાર લોકો કયા સ્થળેથી આવેલા છે? કઈ જગ્યાએ કામ કરવા આવેલા છે? અને કઈ…

Read More

દિવાળીના તહેવાર નિમીતે સલામતી અને સાવચેતી જાળવવા અંગે જરુરી સૂચનો

હિન્દ ન્યુઝ, જામનગર       દિવાળી પર્વ નિમીતે જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના/ આગ કે અન્ય બનાવ ન બને, લોકોની સલામતી જળવાય અને લોકો પુરા હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે જાહેર જનતાના હિતાર્થે દિવાળીના તહેવાર દરમ્યાન સલામતી અને સાવચેતી રાખવા અંગે જરૂરી સૂચનાઓ નીચે મુજબ છે. ખુલ્લી જગ્યામાં ફટાકડા ફોડો અને ખાતરી કરો કે આજુબાજુ કોઈ જ્વલનશીલ અથવા દાહક પદાર્થ નથી. હંમેશા લાયસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદો. ક્રેકરના લેબલ પર છાપેલી સૂચનાઓ વાંચવાનું યાદ રાખો, ખાસ કરીને જો ક્રેકર વાપરવા માટે નવું હોય. ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર…

Read More

૧૬મું નાણાં પંચ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ આખરી કરતાં પહેલાં સંબંધિત રાજ્યોની મુલાકાત લઈ વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા ૧૬મું નાણાં પંચ વર્તમાનમાં ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત નાણાં પંચે આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. ૧૬માં નાણાં પંચના અધ્યક્ષ ડો.અરવિંદ પાનાગરિયા અને સભ્યો સર્વ એની જ્યોર્જ મેથ્યૂ, ડૉ. મનોજ પંડા અને સૌમ્યકાંતિ ઘોષ સાથે આજે બપોર બાદ વેરાવળ તાલુકાના કાજલી ગામની મુલાકાત લીધી હતી. નાણાં પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના ગામમાં કાર્યાન્વયન અને તેની પ્રગતિ…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી અમીતભાઈ શાહ ના 61‘માં જન્મદિવસે શ્રી સોમનાથ મંદિરમાં ધાર્મિક આયોજન

હિન્દ ન્યુઝ, સોમનાથ      શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના માન.ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ ના 61‘ માં જન્મદિવસ નિમીત્તે શ્રી સોમનાથ મંદીરમાં આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવેલ. તેમના પ્રતીનીધિ સ્વરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈના નિરામય દિર્ઘાયુષ્ય અને સમગ્રલક્ષી કલ્યાણની પ્રાર્થના સાથે મહાપૂજા માટે પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા. સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ…

Read More

ચીલ ઝડપથી બચવા આટલું ખાસ ધ્યાન રાખો..

હિન્દ ન્યુઝ, સુરત 👉 જાહેર સ્થળે જાવ ત્યારે કિંમતી દાગીના જેવા કે સોનાની ચેઈન કે ચીજવસ્તુઓ સાથે રાખશો નહીં. 👉કિંમતી ચીજ વસ્તુ સાથે ટ્રાવેલ કરવાનાં હોવ તો એકલા ટ્રાવેલ ના કરશો. 👉રિક્ષામાં મુસાફરી કરો તો પર્સ સાચવીને રાખો, જેથી કોઈ પર્સ ઝુંટવી ના શકે. 👉મંદિરમાં દર્શન સમયે ભીડનો લાભ લઈ કોઈ પર્સ ઝૂંટવી ન જાય એનું ધ્યાન રાખો. 👉કોઈ અજાણી વ્યકિત તમને વાતોમાં પોરવવાની કોશિષ કરે તો દૂર થઇ જાવ. 👉બજારમાં કે જાહેરમાં ચાલતા જાવ ત્યારે તમે પહેરેલા ઘરેણાં કે પાકીટ કોઈ ઝૂંટવી ન જાય તેની કાળજી રાખવી. જાગૃત નાગરિક…

Read More

બેંકમાંથી નાણાંની હેરફેર કરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખો…

હિન્દ ન્યુઝ, સુરત 👉નાણાંની હેરફેર કરતી વખતે એક કરતાં વધુ વ્યકિતઓ સાથે રહો. 👉નાણાંની હેરફેર માટે મજબૂત થેલાનો ઉપયોગ કરો એટલે કે પ્લાસ્ટિક કે કાપડની હલકી બેગનો ઉપયોગ ન કરો. 👉કોઈ અજાણી વ્યકિતને આપના નાણાં ગણવા કે ચેક કરવા ન આપશો. 👉તમારા પૈસા નીચે પડી ગયા છે એવું કોઈ કહે તો તેમની વાતમાં આવી જશો નહિ. 👉ગાડીની ડીકીમાં પૈસા મૂકો ત્યારે રસ્તામાં કોઈપણ સ્થળે ઊભા રહેશો નહિ. 👉નાણાંની લેવડ-દેવડ અંગે મોટા અવાજથી મોબાઈલ પર વાત કરશો નહિ. 👉કોઈક વ્યકિત દ્વારા તમારા પર કચરો નાખવામાં આવે ત્યારે એ જ જગ્યાએ સફાઈ…

Read More

દિવાળી દરમિયાન ઘરફોડ ચોરીના બનાવ ન બને એ માટે આટલું ધ્યાન ખાસ રાખો..

હિન્દ ન્યુઝ, સુરત 👉જો તમે બહારગામ જવાનાં હોવ કે બે-ચાર કલાક ઘર લોક કરીને બહાર જવાનાં હોય તો વૉચમેનને જાણ કરો. વૉચમેનને જણાવો કે દર કલાકે માત્ર મુખ્ય દરવાજો જ નહીં પણ ચારે બાજુથી ચેક કરે! ચોર મુખ્ય દરવાજેથી જ નહીં બારીની ગ્રીલ તોડીને પણ અંદર જઈ શકે છે! 👉એક દિવસથી વધારે દિવસ માટે બહારગામ જવાનું હોય તો દાગીના કે રોકડ રકમ લોકરમાં મૂકીને જાવ. ઘરમાં જોખમ હોય તો મિત્રને અથવા તો પડોશીને ત્યાં મૂકો. બેંકમાં લૉકર ન હોય તો લૉકર ખોલાવી દો. 👉અજાણ્યા સ્ત્રી કે પુરૂષ તમારા ઘરે આવીને…

Read More

જવેલર્સ-શો રૂમનાં માલિક/સંચાલકો માટે ખાસ સૂચના…

હિન્દ ન્યુઝ, સુરત 👉 CCTV ચાલુ હાલતમાં રહે તેની તકેદારી રાખો અને DVR HIDDEN રાખવું, I CLOUD કે SAMSUNG CLOUDમાં BACKUP રાખવું જેથી DVRને કંઇ થાય તો ફુટેજ મળી રહે. 👉શો રૂમ અને વર્કશોપમાં કામ કરતા માણસોનાં ફોટો આઇ.ડી. તેમજ એમનાં વતનનાં નજીકના પોલીસ સ્ટેશન સહિતની વિગત મેળવી પોલીસ વેરીફીકેશન કરાવવું. એમને ઓળખતા બે વ્યક્તિઓનાં REFERENCE લેવા. 👉 જવેલર્સ શો રૂમમાં સોના, ચાંદી કે હીરાનો સ્ટોક મેળવણી કરતા કર્મચારી વિશ્વાસુ હોવા જોઇએ અને સમયાંતરે તેમનું પણ SURPRISE CROSS CHECKING કરતાં રહેવું. 👉 જવેલર્સ શો રૂમ માલિકે ક્યારેય કોઈ એકલ દોકલ…

Read More