જવેલર્સ-શો રૂમનાં માલિક/સંચાલકો માટે ખાસ સૂચના…

હિન્દ ન્યુઝ, સુરત

👉 CCTV ચાલુ હાલતમાં રહે તેની તકેદારી રાખો અને DVR HIDDEN રાખવું, I CLOUD કે SAMSUNG CLOUDમાં BACKUP રાખવું જેથી DVRને કંઇ થાય તો ફુટેજ મળી રહે.

👉શો રૂમ અને વર્કશોપમાં કામ કરતા માણસોનાં ફોટો આઇ.ડી. તેમજ એમનાં વતનનાં નજીકના પોલીસ સ્ટેશન સહિતની વિગત મેળવી પોલીસ વેરીફીકેશન કરાવવું. એમને ઓળખતા બે વ્યક્તિઓનાં REFERENCE લેવા.

👉 જવેલર્સ શો રૂમમાં સોના, ચાંદી કે હીરાનો સ્ટોક મેળવણી કરતા કર્મચારી વિશ્વાસુ હોવા જોઇએ અને સમયાંતરે તેમનું પણ SURPRISE CROSS CHECKING કરતાં રહેવું.

👉 જવેલર્સ શો રૂમ માલિકે ક્યારેય કોઈ એકલ દોકલ માણસોને ભરોસે શો રૂમ કે વર્કશોપ મૂકીને જવું નહી.

👉જવેલર્સ શો રૂમનાં માલિક કે સંચાલકે સોનાના ઘરેણા, હીરા કે પૈસા કે કોઈપણ જોખમ CROSS VERIFY કર્યા વગર કોઈપણ માણસને આપવું કે મોકલાવું નહી.

👉 જવેલર્સ શો રૂમનાં માલિક કે સંચાલકે શક્ય હોય તો વેપન ટ્રેનીંગ સર્ટીફીકેટ, સર્ટિફાઇડ સિક્યોરિટી કંપનીનાં હથિયારધારી ગનમેન સુરક્ષા માટે રાખવા,તમામ કર્મચારીઓનાં BIODATA સારી ગુણવત્તાનાં ફોટોગ્રાફ સાથે કોમ્પ્યુટરમાં રાખવા.

👉 જવેલર્સ શો રૂમનાં માલિક કે સંચાલકે મોટા જથ્થામાં જોખમની હેરફેર TWO WHEELERમાં કરવી નહિ, જોખમ કોઈ ખાનગી કાર્ગો કંપનીનાં વાહન મારફતે મોકલાવવાનું હોય તો માલિકે લેવા આવનાર કર્મચારીઓના ફોટોગ્રાફ પાડી, મોબાઇલ નંબર મેળવી લેવા.

👉 જવેલર્સ શો રૂમનાં માલિક કે સંચાલકે કોઈ જાણીતી વ્યકિત સસ્તા ભાવે સોનું, ચાંદી અપાવવાની લાલયભરી વાત કરે તો તેમાં દોરવાઈ જવું નહીં અને તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર આ બાબતે જાણ કરવી જેથી મોટો અણબનાવ બનતા અટકાવી શકાય.

👉 જવેલર્સ શો રૂમનો માલિક કે સંચાલકે ગ્રાહક પાસેથી જુના ઘરેણા લેતાં પહેલાં ઘરેણા આપનાર ગ્રાહકનું ફોટો આઇ.ડી. અવશ્ય લેવું અને આ ઘરેણાનું શક્ય હોય તો જૂના બીલનું CROSS VERIFY પણ કરવું જેથી ઘરેણા ચોરી કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલા હોય તો જાણી શકાય અને આવી શંકા જણાય તો નજીકનાં પોલીસ સ્ટેશનમાં તરત જાણ કરવી.

👉અલગ અલગ PANIC અલાર્મ મુકવા.

👉એક કરતા વધારે પુરૂષ/મહિલાઓ શંકાસ્પદ દેખાય તો તરત જ સજાગ થઈ તેમની ગતિવિધી ઉપર નજર રાખવી જેથી ચોરી ન થઇ શકે.

Related posts

Leave a Comment