પરપ્રાંતના લોકોને મકાન ભાડે આપેલ હોય તેવા કિસ્સામાં મકાન માલિકે દિન-૮ માં જરૂરી વિગતો લગત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર

     હાલના પ્રવર્તમાન સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજયમાં અમદાવાદ, સુરત, મોડાસા વિગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા આતંકવાદી કૃત્યો અનુસંધાને આવા કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો વખત મળતા અહેવાલોને ધ્યાને લઈ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્ય કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવી આવશ્યક હોય મકાન ભાડેથી આપવાના કિસ્સામાં, મકાન ભાડે રાખનાર લોકો કયા સ્થળેથી આવેલા છે? કઈ જગ્યાએ કામ કરવા આવેલા છે? અને કઈ જગ્યાએ કેટલા દિવસનું રોકાણ કરેલું છે? તે બાબતની માહિતી ઉપલબ્ધ થઈ રહે તે માટે (ઘણું જ આવશ્યક જ ણાય છે. પોલીસ સ્ટેશનને તે અંગેની જાણ કરવામાં આવે તે માટે ભાવેશ એન.ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા જામનગર જિલ્લામાં કોઈ મકાન માલિક અથવા તો આ માટે આવા મકાન માલિકે ખાસ સતા આપેલ વ્યકિત જયારે પરપ્રાંતના લોકોને મકાન ભાડે આપે ત્યારે મકાન ભાડે આપ્યાની તારીખથી દિવસ-૮ માં નીચે મુજબના પત્રકમાં જરૂરી વિગતો ભરી જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશનને ભાડુઆતના ઓળખપ્રુફની નકલ સાથે રૂબરૂમાં અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.પોલીસ સ્ટેશન કક્ષાએથી મકાનની માલિકીનો આધાર કે ભાડા કરાર, વેરા પહોંચ જેવા કોઈ આધારોની નકલ મલિક પાસેથી માંગવાની રહેશે નહીં કે તેમને રૂબરૂ બોલાવવાના રહેશે નહી.

  માટે ભાડેથી આપેલ મકાનનું પુરુ સરનામું, મકાન માલિક કે મકાન ભાડે આપવા સતા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું તથા ફોન નંબર, મકાન ક્યારે ભાડે આપેલ છે તેની વિગત, જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે તેમનું પુરુ નામ, વતનનું સરનામું અને ફોન નંબર, મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામુ તથા ફોન નંબર વગેરે જેવી વિગતો આપવાની રહેશે.

હુકમનો ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (૪૫ મો અધિનિયમ) ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.આ હુકમ તા.૧૦/૧૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment