દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સન્માન

દિયોદર,

દિયોદર માર્કેટ યાર્ડ માં વાઇસ ચેરમેન પરાગભાઈ જોષી અને દિયોદર તાલુકા પંચાયત કચેરી માં કારોબારી ચેરમેન મનજીભાઈ જોષી નું આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટ યાર્ડ ના વાઈસ ચેરમેન અને કારોબારી ચેરમેને ભારત વિકાસ પરિષદ ના સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પ્રમુખ જામાભાઈ પટેલ, મંત્રી દીપેશભાઈ સેવક, કેતનભાઈ શાહ, રમેશભાઈ સોની, પ્રદીપભાઈ શાહ, જયેશભાઇ ઠાકર, બાબુભાઇ પટેલ, સુંડાભાઈ દેસાઈ, વીરેન્દ્રભાઈ જોષી વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment