ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખેડૂતોને વિવિધ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

તા.૦૩, ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું છે કે, બાગાયત ખાતું , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈ ખેડૂત પોર્ટલ તા.૦૪-૧૧-૨૦૨૦ થી તા.૩૦-૧૧-૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવશે. જે બાગાયતદારો લાભ લેવા માંગતા હોય તેઓએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમયમર્યાદામાં ઓનલાઈન અરજીની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે વિનાયક પ્લાઝા, ત્રીજો માળ,વેરાવળ ખાતે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment