ડીસામાં વ્યાજખોરો ના આતંક સામે એક શખ્સ સામે ડીસા દક્ષિણ પોલીસ માં નોંધાઈ ફરિયાદ..!

હિન્દ ન્યૂઝ, ડીસા

બનાસકાંઠા જિલ્લાના વ્યાપારી મથક ડીસા શહેરમાં આજરોજ એક ખેડૂત ને ત્રણ ટકા ના વ્યાજે સાડા ચાર લાખ રૂપિયા આપી 10.30 લાખની પઠાણી ઉઘરાણી કરતા શખ્સ સામે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા પામી છે. જોકે આ બાબતે આરોપી ફરિયાદીને અવારનવાર ફોન ઉપર અને ઘરે જઈને ધમકીઓ આપતો હોવાથી કંટાળેલા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જોકે આ બાબતે ડીસા દક્ષિણ પોલીસે આરોપી રહે. જલારામ મંદિર સામે, ડીસા, વાળા સામે આઇપીસી કલમ 323, 294 બી.506, 2, 507 અને નાણા ધીરનાર ની કલમ 33.એ.બી મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment