હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ભારત સરકાર દ્વારા ખરીફ/રવિ ૨૦૨૩-૨૦૨૪ વર્ષ અંતર્ગત તુવેર માટે રૂ.૭૦૦૦, ચણા માટે રૂ. ૫૪૪૦ અને રાયડા માટે રૂ.૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરેલ છે. ખરીફ/રવિ ૨૦૨૩-૨૦૨૪ વર્ષ અંતર્ગત તુવેર, ચણા અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી અન્વયે તા.૦૫.૦૨.૨૦૨૪ થી તા.૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન નોંધણી કરાવી શકાશે.
જે ખેડૂતો તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તેઓ માટે તા. ૦૫.૦૨.૨૦૨૪ થી ૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે. તો જરૂરી આધાર-પુરાવા સાથે આપના નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક(ખેતી), તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી અને મદદનિશ ખેતી નિયામક(વિ) તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.