પ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે આજે એક બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી યોજાનાર આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે.

બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરવાના છે. જે અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં જે તે જિલ્લાના લોકો સહભાગી થશે.

અંગેના આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું સુચારું અને સુનિયોજીત આયોજન થાય તે તે અંગેની ચર્ચા વિચારણા કરી આયોજનમાં કોઈ કચાસ ના રહી જાય તેની ઝીણામાં ઝીણી બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

મિટિંગમાં સૌ પ્રથમ ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર કે.વી.બાટીએ ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડિનાર અને વેરાવળ એમ ચાર સ્થળોએ યોજાનાર કાર્યક્રમના સુચારું આયોજન સંદર્ભે કલેક્ટરશ્રીએ શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

કલેક્ટરએ શહેરી વિસ્તારમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ એમ જિલ્લામાં કુલ ચાર સ્થળે યોજાનાર કાર્યક્રમની સ્થળ પસંદગી, વીજળી પુરવઠો, પાણીની વ્યવસ્થા, હોર્ડિંગ્સ તેમજ બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓની વ્યવસ્થા વગેરે વ્યવસ્થાઓ અંગે ઓપ આપ્યો હતો.

Related posts

Leave a Comment