હિન્દ ન્યુઝ, જામનગર
ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી(ALL ARMS) અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ(ALL ARMS),અગ્નીવીર સોલ્જર ટેકનીકલ (ALL ARMS), તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ (ALL ARMS) ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરણિત પુરુષ ૧૭.૫ થી ૨૧ વર્ષના ઉમેદવારે https://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૨૨/૦૩/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા આપવાની રેહશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮) ૨૫૫૦૭૩૪, ૮૮૬૬૯૭૬૧૭૭ અથવા રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરવાં મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
