મનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

 સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા મોદી સ્કૂલ (L.R.B બ્રાન્ચ) ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ 6 એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કન્વીનર મયુર ગોહેલ અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રિન્સિપાલ જોયલ પંડ્યાએ સર્વે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

Related posts

Leave a Comment