છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તા. ૨૧ ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસી ઝુંબેશ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

ભારત સરકાર દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત eKYC બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. ૨૧ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા eKYC કરાવી લેવાનું રહેશે.

ખેડૂતો ઈ-કેવાયસી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે.

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ-ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા eKYC કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ eKYC કરી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫માં હપ્તાથી eKYC ફરજીયાત કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના જે ખેડૂત લાભાર્થીઓને eKYC કરાવવાનું બાકી હોય, ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ ૧૫મો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે eKYC ફરજીયાત કરાવવાનું રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment