લાલપુર તાલુકામાં કોલેજના વિદ્યાર્થીઓ માટે તમાકુ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

   રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગરની ટીમ દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાંં અનેકવિધ કાર્યક્રમોનુંં આયોજન કરવામાંં આવતુંં હોય છે. લાલપુર તાલુકાના લાલપુર ગામમાંં સ્થિત સરકારી વાણિજ્ય અને વિનીયન કોલેજના વિદ્યાર્થીઓ માટે તમાકુ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં હતું.

કાર્યક્રમમાંં, તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003 અંતર્ગત કાયદા વિષે અને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન, આઈ.ઈ.સી. એક્ટિવિટી, વકતૃત્વ સ્પધૉ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુંં હતું. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાંં આવ્યુંં હતુંં અને ઉપસ્થિત સર્વેને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો.

જી.જી.સરકારી હોસ્પિટલ, જામનગરમાંથી માનસિક આરોગ્ય વિભાગમાંથી ડૉ.પ્રજેષ અને તેમની ટીમ દ્વારા બાળકોને માનસિક બીમારીઓ વિષે માહિતી, માર્ગદર્શન અને તેના ઉપચાર વિષે જાગૃત કરાયા હતા. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના જિલ્લા કક્ષાના કાઉન્સેલર નઝમાબેન હાલાએ “tobacco free education institutions” કરવા માટેની કામગીરી વિષે કોલેજના સ્ટાફગણને માર્ગદર્શન આપ્યુંં હતું.

 

 

 

 

Related posts

Leave a Comment