જામનગર જિલ્લામાં પશુઓ માટે ખરવા મોવાસા રોગ માટે નિઃશુલ્ક રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જામનગર

 જામનગર જિલ્લામાં દુધાળા તેમજ ઘર- આંગણાના પશુઓમાં ઉદ્ભવતા ખરવા- મોવાસા રોગના નિયંત્રણ માટે અગમચેતીના ભાગરૂપે નિઃશુલ્ક રસીકરણની કામગીરી હાથ ધરવામાંં આવી છે. પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (L.H.D.C.P.) અંતર્ગત પશુઓમાં જોવા મળતા ખરવા- મોવાસા રોગના નિદાન માટે ચોથા તબક્કાના રસીકરણનો નાયબ પશુપાલન નિયામકશ્રી કચેરી- જામનગર દ્વારા પ્રારંભ કરવામાંં આવ્યો છે.

આ નિઃશુલ્ક રસીકરણ અભિયાનમાંં જામનગર જિલ્લાના 2,41,200 જેટલા ગાય, ભેંસ સહિતના પશુઓને આવરી લેવામાંં આવશે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગાય, ભેંસ સહિતના પશુઓમાં જોવા મળતા આ ડિસીઝ માટે પ્રત્યેક વર્ષે બે થી ત્રણ તબક્કામાં ગળસુંઢા અને ખરવા મોવાસા ડિસીઝના વેક્સિનેશનનો કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના સમગ્ર પશુપાલન વિભાગના સ્ટાફ મિત્રો દ્વારા રસીકરણની કામગીરી પુર્ણ કરવામાં આવશે.

આ અંગે, વધુ માહિતી મેળવવા માટે નજીકના પશુપાલન ખાતાની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક સાધી શકાશે. જામનગર જિલ્લાના તમામ પશુપાલકો અત્રે જણાવ્યા અનુસાર રસીકરણની કામગીરીમાં સહભાગી થઈને તેનો લાભ પ્રાપ્ત કરે- તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાંં ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

 

 

 

 

Related posts

Leave a Comment