શ્રી ગુજરાત લિંબાચિયા મહામંડળ સિદ્ધપુર ખાતે માં લિંબચ માતાજી નો પાટોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, સિદ્ધપુર

સિદ્ધપુર માં આવેલ લિંબચ માતાજી ના સાનિધ્ય માં ગુજરાત લિંબાચિયા સમાજ દ્વારા કુળદેવી મા લિંબચ માતાજી નું ભવ્ય મંદિર આવેલ છે આજ રોજ માં લિંબચ ના આંગણે ગુજરાત લિંબાચિયા ભાઈઓ દ્વારા પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ ઉત્સવ માં સમાજ ના આગેવાનો પ્રમુખઓ મોટી સંખ્યા માં હાજર રહી લિંબચ માતાજી નો ઉત્સવ માં અનેરો આનંદ જોવા મળ્યો હતો તથા આવનાર મહેમાનો ભાઈઓ બહેનો નું સ્વાગત ટ્રસ્ટીઓ દ્વારા કરાયું હતુ તથા દાતાઓ નું સાલ પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આવનાર દરેક પ્રમુખ મહેમાનનો નું સ્વાગત પુષ્પ અને સાલ થી સન્માનિત કરાયા હતા તથા સમાજ ના ભાઈઓ ને સમાજ ઉપયોગી વિશે ચર્ચા કરવામાં આવી હતી તથા બિલિયા નિવાસી હાલ મુંબઈ મંડળ ના પ્રમુખ લિંબાચિયા સમાજ ના ભામાશા એવા રમેશભાઈ પારેખ દ્વાર ભોજનપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, સિદ્ધપુર

Related posts

Leave a Comment