દયાવાન ગ્રુપ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની વિશેષ ઉપસ્થિતિ જાણીતા ઉદ્યોગપતી જયેશ પટેલ બન્યા મુખ્ય દાતા ભાજપ શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ, સત્તા પક્ષના નેતા રહ્યા હાજર, 21 નવ દંપત્તિઓ એ માંડ્યા પ્રભુતામાં પગલાં ધ્રાંગધ્રા ખાતે દયાવાન ગ્રુપ અનેક સેવાકીય પ્રવુતિઓ કરતા આવ્યા છે.

ગ્રુપના પ્રમુખ મુન્નાભાઈ રબારી એમની સેવાકીય ભાવના ને કારણે દયાવાન તરીકે પંથકમાં જાણીતા છે ત્યારે દયાવાન ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું ધ્રાંગધ્રા જુના જિન કમ્પાઉન્ડ માં આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 21 નવ યુગલો એ પોતાનું મંગલ જીવન શરુ કરવાનાં સંકલ્પ લીધા હતા. સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં હિન્દૂ મુસ્લિમ બંને સમાજના નવ યુગલો સમાન સંખ્યામાં હોવાથી હિન્દૂ અને મુસ્લિમ રિતિરિવાજ મુજબ લગ્ન ની વિધિ ગોઠવાઈ હતી. ધ્રાંગધ્રાવાસીઓ દયાવાન ગ્રુપના કાર્યમાં પોતાનું આર્થિક યોગદાન આપીને ગ્રુપના સેવાકાર્ય ને હંમેશા બળ પૂરું પાડતા રહ્યા છે ત્યારે સમૂહ લગ્નમાં દર વખતે મુખ્ય દાતા તરીકે જાણીતા ઉદ્યોગપતિ જયેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્ન નું કાર્ય શરુ કરાયું હતું. આ સમૂહ લગ્નમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા વિશેષ ઉપસ્થિતિ માં રહ્યા હતા તેમજ ભાજપ શહેર સંગઠન સાથે સામાજિક આગેવાનો અને સંસ્થાઓ પણ હાજર રહ્યા હતાં.

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment