ભાભર ગામની ધરા પર ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાભર

બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામની ધરા પર આજે ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલુ હતું. મૂળ લીંબાઉ નિવાસી હાલમાં ભાભર રહેતા દશરથગર ભૂરગર તથા હરિગર ભુરગર નાં પિતા ભુરગર ચેહરગર તથા માતા કમુબેન ભુરગર નું વિક્રમ સવંત ૨૦૭૮ નાં વૈશાખ સુદ ૭ ને રવિવાર તા ૮/૫/૨૦૨૨ નાં રોજ જીવંત મહોત્સવ ભંડારો રાખવામાં આવ્યો હતો. ભંડારા નિમિત્તે તમામ જગ્યા થી પધારેલા મહંતશ્રીઓ તથા સંતો-મહંતો તથા હિન્દવાણી મોટા ગોળનો ભંડારો અને દશનામ ગોસ્વામી સમાજના સગાતેડુ સ્નેહીજનો તથા મહેમાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા ભાભર ગ્રામજનો તમામ ની ઉપસ્થિતિમાં ભંડારા મહોત્સવ યોજાયો હતો. ગોસ્વામી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા‌ તથા ગ્રામજનો તથા સગા સ્નેહીજનો બહોળી સંખ્યામાં પધારેલા હતા અને લાણી માં સ્ટીલ ની કડાઈ ભેટપૂજા તરીકે આપેલ અને સાથે ભાભર ગોસ્વામી પરિવાર વતી સુંદર ભોજનનુ પણ આયોજન કરવામાં આવેલ હતું.

અહેવાલ : ઉમેશપુરી ગૌસ્વામી, ભાભર

Related posts

Leave a Comment