હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ, તા–૧૬: આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે તેને અનુલક્ષી વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે આયોજન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે સમીક્ષા બેઠક આ બેઠકમાં ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક તેમજ વ્યવસ્થિત રીતે યોજાય તે અંગે નોડલ ઓફિસરઓને મહત્વની સૂચનાઓ આપી માર્ગદર્શિત કરાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની કામગીરી પારદર્શક, સરળતાપૂર્વક અને અસરકારક રીતે પાર પડે તે માટે જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નોડલ/સહનોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર.કે.જાનીએ વિવિધ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી અંગે પરામર્શ કરી મહત્વના મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં વિધાનસભાની સાન્ય ચૂંટણી ૨૦૨૨ દરમિયાન હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ, એમ.સી.સી, ઈવીએમ/વીવીપે