જામજોધપુર તાલુકાના સીદસર ગામે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામજોધપુર

 રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જામનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જામજોધપુર તાલુકાના સીદસર ગામે યોજાયો હતો. જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમમાં હડિયાણા તાલુકા શાળાના વિદ્યાર્થી સંજય વસુનિયાએ અન્ડર- 11 માં 50 મીટર દોડ કેટેગરીમાં પ્રથમ ક્રમાંંક પ્રાપ્ત કર્યો છે. તેમજ, સંજય વસુનિયાએ અન્ડર- 11 માં બ્રોડ જમ્પ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

આ ઉપરાંત, વિદ્યાર્થી રવિ મહેડાએ અન્ડર- 17 માં લાંબી કૂદમાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આગામી સમયમાંં વિજેતા બનેલા આ બંન્ને વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાંં ભાગ લેશે. આ વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ શ્રી હડિયાણા તાલુકા શાળા પરિવાર તેમજ સમગ્ર જોડિયા તાલુકા વહીવટી તંત્ર તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાંં આવી હતી.

 

Related posts

Leave a Comment