રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં માસ્ક અથવા કાપડથી મોઢું ઢાંકવું ફરજીયાત કરવામાં આવ્યું. રાજકોટ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ પ્રેસ કોંફરન્સ યોજેલ હતી. રાજકોટ શહેરના આજના તમામ ૧૦૧ રિપોર્ટ નેગેટિવ, જંગલેશ્વર હોટસ્પોટ જાહેર, ૧૬ શેરીઓ સીલ કરાઈ, પોલીસનો ખુબ સારો સહકાર મળી રહ્યો છે. રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર નહીં નીકળે. મોઢું અને નાક ઢાંકવું ફરજીયાત, માસ્ક નહીં પહેરનાર ને ૧૦૦૦ દંડ, બીજી વાર પકડાઈ તો ૫૦૦૦ દંડ, તમામ લોકોને સખ્ત અમલ કરવા અપીલ, જરૂર પડ્યે ગુન્હો પણ નોંધાશે, શાકભાજી વાળા અને તમામ ધંધાર્થીઓને માસ્ક પહેરવા ફરજીયાત. રાજકોટ શહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત બનાવાયું છે. માસ્ક ન પહેરનાર વિરુદ્ધ માત્ર RMC ના અધિકારીઓ જ દંડ વસુલ કરી શકશે. એવું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. માસ્ક ન પહેરનાર પાસેથી દંડ કોર્પોરેશન વસુલ કરશે. મહાનગરપાલિકાએ લોકોને વિનંતી માસ્ક પહેર્યા પછી એને વારંવાર ટચ ન કરશો. માસ્ક વન ટાઈમ હોઈ છે. ટીપરવાનમાં માસ્કનો નિકાલ કરશો. કચરા પેટીમાં માસ્ક નિકાલ કરશો. જ્યાં ત્યાં માસ્ક ન ફેકશો તેમ મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલએ જણાવ્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ