રાજકોટ શહેર જંગલેશ્વરમાં ફરી ઘર્ષણ, શેરી નં.ર૭માં ટોળા, આજી-નદીનો પટ સીલ, લોકોના ટોળા ઉમટીયા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૨.૪.૨૦૨૦ ના રોજ શહેરના જંગલેશ્વર વિસ્તારની શેરીનં. ર૭ કે જયાં કોરોના સંક્રમણોની સંખ્યા વધુ છે. તેને ચારેબાજુથી સીલ કરી દેવાઇ છે. ત્યારે આજે સવારે આ શેરીના રહેવાસીઓની ધીરજ ખૂટી હતી. અને એવા આક્ષેપો સાથે ૧૦૦થી વધુ લોકોનું ટોળુ શેરીમાં નિકળી ગયું હતું. અને સીલના પતરા તોડી નાંખવા પ્રયાસો કરતા તાત્કાલી ધોરણે આ વિસ્તારના ઇન્ચાર્જ અધિકારી અને ગોંડલ મામલતદાર રાજેશ આલ પોલીસ ફોર્સ સાથે સ્થળ પર દોડી ગયેલ અને લોકોને આવું ન કરવા સમજાવેલ. ત્યારે રહેવાસીઓએ એવો આક્ષેપ કર્યો હતો. તેઓ પાસે અનાજ-દુધ-શાકભાજી વગેરે ખૂટી ગયું છે. અને કલેકટર દ્વારા બે દિવસથી કંઇ જ અપાયું નથી. તેથી હવે બહાર નીકળવું પડશે. આથી મામલતદારએ આ વિસ્તારના મૌલાનાનો સહયોગથી લોકોને આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં તમામ લોકોને અનાજ-દુધ-શાકભાજી પહોંચી જશે તેવી ખાત્રીથી સમજાવી લેવાયા હતા. પરંતુ આમ છતાં જો સાંજે જીવનજરૂરી વસ્તુઓ નહીં મળે તો પછી પતરા તોડી નાંખશું. તેવી ચીમકી રહેવાસીઓએ ઉચ્ચારી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment