રાજકોટ શહેરમાં હોકર્સ ઝોનમાં લારી-ગલ્લાનાં ધંધાર્થીઓને ૩ મહિનાનો રૂ.૧૫૦૦નો ચાર્જ માફ : બીનાબેન આચાર્ય, ઉદિત અગ્રવાલ, ઉદય કાનગડ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ૯૯ હોકર્સ ઝોનમાં ૪૫૦૦ જેટલા ધંધાર્થીઓ વ્યવસાય કરી રોજીરોટી મેળવે છે. હોકર્સ ઝોનમાં જગ્યા મેળવી વ્યવસાય કરતા આ ધંધાર્થીઓએ દર મહિને રૂ.૫૦૦નુ ભાડું ચૂકવવાનું હોય છે. કોરોનાની મહામારી વચ્ચે તા.૨૫-માર્ચથી મે-૨૦૨૦ના અંત સુધી લોકડાઉનને કારણે આ ધંધાર્થીઓ વ્યવસાય કરી શક્યા ન હતા. અને આ બધા ધંધાર્થી ખૂબ જ નાના વર્ગના હોય જેથી આ બાબતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર ચર્ચાના પરિણામ સ્વરૂપે મહાનગરપાલિકાએ આ ધંધાર્થીઓને આર્થિક રાહત આપવાના ત્રણ માસ એટલે કે એપ્રિલ, મે, અને જુન ૨૦૨૦ સુધીનું ભાડું માફ કરવાનો ઉમદા નિર્ણય કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment