ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે

હિન્દ ન્યુઝ,ગાંધીનગર

      ગુજરાત સરકાર આગામી તા. 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

‘ગુજરાત: ઈન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ થીમ આધારિત આ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે; આ બે દિવસીય કોન્ફરન્સમાં મુખ્ય ભાષણો, થીમેટિક પેનલ્સ અને આંતરરાષ્ટ્રીય રાઉન્ડટેબલ્સનું આયોજન.

આ કોન્ફરન્સ વૈશ્વિક સેમિકન્ડક્ટર સીઇઓ, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ અગ્રણીઓને એકસાથે લાવશે, જેઓ વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવતી વ્યૂહરચનાઓ પર ચર્ચા કરશે.

Related posts

Leave a Comment