વેરાવળના તાંતીવેલાના ખીમાભાઈને મળ્યું ઘરનું ઘર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકાર સતત નવા આયામો સ્થાપિત કરીને રાજ્યના છેવાડાના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે દિશામાં સતત કાર્યરત છે.

સરકાર દ્વારા ઘર વિહોણા કાચા મકાનોમાં રહેતા કુટુંબો કે જેઓ પાસે રહેવાલાયક મકાન ન હોય, જર્જરિત મકાન ધરાવતાં હોય, પોતાનો ખુલ્લો પ્લોટ હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા પાકા મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે. જે અંતર્ગત પાકું મકાન બનાવવા માટે વેરાવળ તાલુકાના તાંતીવેલા ગામના રહેવાસી ખીમાભાઈ જીણાભાઈ કામળીયાને રુ. ૧.૨૦ લાખની સહાય મળી હતી. જેમાથી ખીમાભાઈએ પોતાનુ પાકું મકાન બનાવ્યું છે.

તાંતીવેલાના રહેવાસી અને મજૂરી કામ સાથે સંકળાયેલ ખીમાભાઈ કામળીયાએ પાકા મકાનમાં નિવાસની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે પરિવારમાં ૬ લોકો સાથે તાંતીવેલામાં રહીએ છીએ. પહેલાં અમારે કાચું નળીયાનું મકાન હતું. જે ખૂબજ જર્જરીત હાલતમાં હતું. ચોમાસામાં પાણી ટપકતું હતું અને ખૂબ મુશ્કેલી પડતી હતી. અમારી પાસે નવું મકાન બનાવી શકીએ એટલી મૂડી ન હતી.

પરંતુ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી મળતા અમે અરજી કરી અને સરકાર દ્વારા પાકું મકાન બનાવવા માટે રુ.૧.૨૦ની સહાય મળી. આ સહાયથી અમે અમારું પાકું મકાન બનાવી શક્યા છીએ અને નિરાંતનો શ્વાસ લઈ શકીએ છીએ તેમ તેમને હરખભેર જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં ઘર વિહોણા લોકોને પાકા આવાસો બનાવવાનુ કાર્ય સતત પ્રગતિમાં છે. આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લા, વેરાવળ,સુત્રાપાડા, કોડિનાર, ઉના ખાતેથી જુદી જુદી જગ્યાઓએ બનેલા આવાસોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી આવાસ લોકાર્પણ થવાના છે. જેમાં જિલ્લાના ૯૫૦થી વધારે નાગરિકોનું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.

Related posts

Leave a Comment