નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪માં બ્રોન્ઝ મેડલ મેળવતી મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની મોડલ સ્કૂલ ઈણાજની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની દક્ષાબેન ધાનાભાઈ ગળચરે નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૦૨૪ (SGFI)માં ભાગ લીધો હતો. ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી વુશુ અંડર-૧૭ (બહેનો)ની નેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં દક્ષાબહેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

આ સિદ્ધિ બદલ દક્ષાબહેન ધાનાભાઈ ગળચરને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા અને મોડલ સ્કૂલ ઈણાજના આચાર્ય અલ્પાબેન તારપરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

Leave a Comment