માણાવદર તાલુકાક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બાંટવા સરકારી હાઈસ્કૂલે મેળવ્યું પ્રથમ સ્થાન

હિન્દ ન્યૂઝ, માણાવદર

          માણાવદર તાલુકા કક્ષાનું “ગણિત-વિજ્ઞાન વર્ચ્યુઅલ પ્રદર્શન” યોજાઈ ગયું. જેમાં માણાવદર તાલુકાની તમામ શાળાઓમાંથી વિવિધ વિભાગો વાઇઝ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેમાં સરકારી ગુજરાતી હાઈસ્કૂલ-બાંટવા વતી ગણિત-વિજ્ઞાન શિક્ષક એ.બી.મોરી ના માર્ગદર્શન હેઠળ વિભાગ-બી માં ધોરણ-9 ના વિદ્યાર્થીઓ ખેર મિત અને ચાવડા રવિરાજ દ્વારા મનુષ્યના સ્વાસ્થ્ય અને હાલના સમયમાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે, જેના અનુસંધાને આ કૃતિની રસપ્રદ રજુઆત કરવામાં આવી હતી. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 15 રજૂ કરવામાં આવી હતી. જે કૃતિમાંથી બાંટવા સરકારી શાળાની (સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મોરી ની મહેનતથી સરકારી ગુજરાતી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળાના આચાર્ય સુવા તેમજ સમગ્ર સ્ટાફે મોરી તેમજ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment