મોરબી જીલ્લા બાર એસો. દ્વારા વકીલ તથા પક્ષકારોને ગેરહાજરીમાં કેસ ન ચલાવવા કરાયો ઠરાવ

હિન્દ ન્યૂઝ, મોરબી

            મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા દ્વારા કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખીને ૨૦ દિવસ કોર્ટોમાં તથા કોર્ટ પરિસરમાં બિનજરૂરી પ્રવેશ ન કરવા માટે આદેશ કરેલ છે. ત્યારે મોરબી જીલ્લા બાર એસો. દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે કે વકીલ તથા પક્ષકારોની ગેરહાજરીમાં કોઇપણ કેસોના નિકાલ ન કરવા કે પક્ષકારો સામે વોરંટ ન કાઢવા, દિવાની દાવાઓમાં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ રેવન્યુ કોર્ટેમાં વકીલ કે પક્ષકારોની ગેરહાજરીમાં કેસ પ્રોસીડીંગ્સ આગળ ન લાવવા કે ફાઇલ ઓર્ડર પર ન લેવા આ અંગે તમામ કોર્ટેને જાણ પણ કરવામાં આવેલ છે.

           મોરબી જીલ્લા બાર એસો. દ્વારા જિલ્લાના તમામ વકીલોને જણાવવામાં આવેલ છે કે વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલ છે અને કોરોના વાયરસ ના કારણે હાલમાં મોરબી શહેરમાં પણ સ્થિતિ વણસી રહેલ છે. દિન પ્રતિદિન કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહેલ છે ત્યારે મોરબી કોર્ટ ખાતે પ્રેકટીસ કરતા વકીલઓને પણ કોરોના પોઝીટીવ આવેલ હોય છે. જેથી મોરબી જીલ્લા અદાલત દ્વારા કોરોનાના સંક્રમણમાં વધારો ન થાય તે માટે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તા. ૨૪/૦૩ થી ૧૫/૦૪ સુધી મોરબીની તમામ કોર્ટોમાં તથા કોર્ટ પરિસરમાં બિનજરૂરી વ્યક્તિઓ, અરજદારો, પક્ષકારોએ પ્રવેશ ન કરવા માટે આદેશ કરેલ છે તેમજ પોતાની સાથે અન્ય બિનજરૂરી વ્યક્તિઓને ન રાખવા તેમજ સોશીયલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવું અને વકીલએ પોતાનું કામ પૂરૂ થયે કોર્ટ પરિસર તથા બારરૂમ છોડી જવા માટે જણાવ્યુ છે. ત્યારે મોરબી બાર એસોસિયેશન દ્વારા ઠરાવ કરીને તા. ૨૪/૦૩ થી તા. ૧૫/૦૪ સુધી પક્ષકારો તથા વકીલોની ગેરહાજરી દરગુજર કરી આગળની કાનુની કાર્યવાહી જે તે સ્ટેજે રાખવા રજૂઆત કરવામાં આવેલ છે તેમજ વકીલ તથા પક્ષકારોની ગેરહાજરીમાં કોઇપણ કેસોના નિકાલ નહીં કરવા કે પક્ષકારો સામે વોરંટ નહીં કાઢવા તથા દિવાની દાવાઓમાં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ રેવન્યુ કોર્ટેમાં વકીલ કે પક્ષકારોની ગેરહાજરીમાં કેસ પ્રોસીડીંગ્સ આગળ ન લાવવા કે ફાઇલ ઓર્ડર પર ન લેવા મોરબી બાર એસોસિયેશનને જીલ્લા અદાલત, ફેમિલી કોર્ટ, અન્ય તમામ અદાલત, જીલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર મોરબી, નાયબ કલેક્ટર હળવદ, મામલતદાર મોરબીને જાણ કરેલ છે.

રિપોર્ટર : દેવપ્રસાદ જોષી, મોરબી

Related posts

Leave a Comment