ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ જવાનોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર 

  લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા હોમગાર્ડસ કચેરી તેમજ અન્ય કચેરીઓના કર્મયોગીઓને ચુંટણી ફરજ માટે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીગણ તેમનો કિંમતી મત સમયસર પહોંચાડી શકે તે હેતુથી બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના અનુસંધાને ધ્રોલ, કાલાવડ અને જામનગર શહેરના 350 જેટલા હોમગાર્ડસ સદસ્યોએ બેલેટ પેપર વડે મતદાન કર્યું હતું.

જ્યારે બાકીના હોમગાર્ડસ સદસ્યો EDC ના માધ્યમથી મતદાન કરશે. જેમાં કુલ 930 જેટલા હોમગાર્ડસ સદસ્યો મતદાનની પ્રક્રિયામાં સામેલ બનશે. હાલમાં ચુંટણીલક્ષી કામગીરી માટે જિલ્લાના હોમગાર્ડસ સદસ્યોની રાજકોટ અને મોરબી જિલ્લામાં નિમણુંક કરવામાં આવી છે.

 

 

 

 

Related posts

Leave a Comment