બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાઅને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ૧૫% વિવેકાધિન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, એ.ટી.વી.ટી જોગવાઈ, વિકાસશીલ તાલુકા જોગવાઈ, ધારાસભ્ય જોગવાઈ, સાંસદસભ્ય જોગવાઈ હેઠળના વર્ષ: ૨૦૧૮-૧૯ થી વર્ષ:૨૦૨૧-૨૨ સુધીના કામોની સમીક્ષા કરવામાં આવી અને આગામી વર્ષ: ૨૦૨૨-૨૩ની વિવિધ જોગવાઇ હેઠળનાં કામોના પૂર્વ આયોજન અંગેની સમીક્ષા કરવામાં આવી હતી અને બોટાદ જિલ્લાના અગત્યના નિર્દેશકો દ્વારા જિલ્લાની સ્થિતિ દર્શાવતો અગત્યનો Sustainable Development Goals Report Botad District August-2021 નુ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી- પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતા લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પીવાના પાણી, રસ્તા અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામો ટકાઉ અને સારી ગુણવત્તાવાળા કરવા તેમજ કામો ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આગામી વર્ષ: ૨૦૨૨-૨૩ ની વિવિધ જોગવાઇ હેઠળના કામોનુ પૂર્વ આયોજન ઝડપથી પૂર્ણ કરવા વધુમાં જણાવ્યું હતું.

 

આ ઉપરાંત મંત્રીએ ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં પાણી, ગટર અને રસ્તાના કામોથી કોઈ વિસ્તાર બાકી ન રહે, લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને ઝડપથી કામો પૂર્ણ કરવા ત્રણેય નગરપાલિકાના ચીફ ઓફિસરઓને અનુરોધ કર્યો હતો. બોટાદ જિલ્લા કલેકટર બીજલ શાહએ આયોજન મંડળમાં મંજુર થયેલ વિકાસના કામોમાં જમીન દબાણ અંગેના પ્રશ્નો હોઈ તો દુર કરી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પ્રાંત અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા આયોજન મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment