ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં ૮૦ મી.મી. વરસાદ નોંધાયો

જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૩.૯૬% વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં ગારીયાધાર તાલુકામાં ૧૩ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૬ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૧૨ મી.મી. પાલીતાણા તાલુકામાં ૨૫ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૬ મી.મી., ઉમરાળા તાલુકામાં ૨૭ મી.મી. અને સિહોર તાલુકામાં ૨૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

     ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં ગારીયાધાર તાલુકામાં ૧૪૨ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૨૦ મી.મી., ઉમરાળા તાલુકામાં ૯૧ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૭૯ મી.મી. પાલીતાણા તાલુકામાં ૯૨ મી.મી., સિહોર તાલુકામાં ૫૭ મી.મી., ઘોઘા તાલુકામાં ૬૦ મી.મી., જેસર તાલુકામાં ૬૯ મી.મી., તળાજા તાલુકામાં ૮૨ મી.મી. અને મહુવા તાલુકામાં ૧૩ મી.મી. વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૩.૯૬% વરસાદ પડી ચૂક્યો છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment