જસદણ શહેરમાં કોરોના વેક્સિન રસીકરણ કેમ્પ નું આયોજન 

હિન્દ ન્યુઝ, જસદણ 

    જસદણ શહેરમાં વિકસીનેસન ઝડપી બનાવવા માટે 18 વર્ષ થી ઉપર ના દરેક લોકો માટે પ્રથમ ડોઝ અને 45 વર્ષ થી ઉપર ના માટે બીજો ડોઝ 84 દિવસ થય ગયા હોય તેને હવે ‘ઓન ધ સ્પોટ’ સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવશે તેમજ આધાર કાર્ડ સાથે લઇને આવવું.

નીચે આપેલ સ્થળ અને તારીખ મુજબ વેક્સીન આપવામાં આવશે

તા.21/06/21 થી 23/06/21

    આ 3 દિવસ રોજ સવારે 9:30 થી સાંજે 5:30 સુધી નીચે દર્શાવેલ 5 સ્થળ ઉપર વેક્સિનેશન સેન્ટર માં વેક્સિન આપવામાં આવશે. જસદણ માં વેક્સિન આપવાના સ્થળની યાદી નીચે મુજબ છે :

શ્રી કન્યા વિનય મંદિર – છત્રીબજાર

શ્રી હરિ બાપા કૉલેજ – લાતી પ્લોટ

શ્રી વિવેકાનંદ સ્કુલ – કૈલાશ નગર

શ્રી સાંદિપની સ્કુલ – ગંગાભુવન

શ્રી વાજસુરપરા પ્રાથમિક શાળા – વાજસુરપરા

તો વહેલી તકે લઈએ વેક્સિન અને કોરોના ને હરાવીએ જસદણને કોરોના મુક્ત બનાવીએ આ કેમ્પના સહયોગી શ્રી નારી સેવા ટ્રસ્ટ,નગર પાલિકા ટીમ જસદણ ભાજપ ટીમ પરિવાર તેમજ જસદણ આરોગ્ય વિભાગ ટીમ ના સહિયોગ થી યોજવામાં આવશે તેમ કોવિડ રસીકરણ અભિયાન ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ, સહ ઇન્ચાર્જ ડો. કેતન ભાઈ પટેલ દ્વારા જણાવેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment