હિન્દ ન્યુઝ, મોરબી
મોરબીના ભળીયાદ નજીક આવેલ સરકારી ખરાબામાં રોયલ ચેલેન્જ વ્હિસ્કીનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી 121 બોટલ દારૂ કબજે કર્યો છે.
મોરબી એલસીબી ટીમના ચંદુભાઈ કણોતરા તથા ભરતભાઇ જિલરીયાને બાતમી મળી હતી કે ભળીયાદના અલંકાર કારખાના પાસે સરકારી ખરાબામાં જયુભા પંચાણજી ઝાલા નામના આરોપીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી મળતા દરોડો પાડતા બનાવ સ્થળેથી 121 બોટલ રોયલ ચેલેન્જ વ્હિસ્કી દારૂની બોટલ કિંમત રૂ.62920/- ની કબજે કરી આરોપી સ્થળ ઉપર હાજર ન મળી આવતા ગુન્હો દાખલ કર્યો છે.
રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી