ડભોઇ તાલુકા ના ભીમપુરા ગામે કેનાલ માં ડૂબી જતાં પૌત્ર અને દાદા નું મોત

હિન્દ ન્યુઝ, ડભોઇ 

       ડભોઇ તાલુકા ના ભીમપુર ગામ માં રહેતા અને ખેતી કરતા જયદેવ ભાઈના પુત્ર હરેશભાઇ જયદેવભાઈ પાટણવાડિયા ઉ.વ ૧૮ આજરોજ તેઓના દાદા ત્રિભોવનભાઈ પાટણવાડિયા ઉ.વ.૬૨ સાથે પોતાના ખેતર માં દવા છાટવા માટે ગયા હતા. દવા ની અંદર પાણી મિક્ષ કરવું હોવાથી પૌત્ર હરેશભાઈ ખેતર નજીક આવેલ કરણેટ ભીમપુર પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યાં પાણી લેવા ગયા હતા. જ્યાં કેનાલ માં થી પાણી લેતી વખતે પગ લપસ્તા હરેશભાઈ કેનાલ ના ઊંડા પાણી માં પડી જતા ડૂબવા લાગ્યા હતા. પૌત્ર ના કેનાલ માં પડી જતા જોઈ તેને બચાવવા દાદા એ પણ કેનાલ ઝંપલાવતા તેઓ પણ ડૂબવા લાગ્યા હતા. જેથી આસપાસ હાજર લોકો એ બૂમાં બૂમ કરતા નજીક માં ગામલોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ દાદા અને પૌત્ર ને કેનાલ માં થી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા ડભોઇ રેફરલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં હાજર તબીબો એ બન્ને ને મૃત જાહેર કર્યા હતા. પૌત્ર અને દાદા ના મૃત્યુ ના સમાચાર થી પરિવાર તેમજ ગ્રામજનો માં ઘેરા શોક ની લાગણી છવાયી જવા પામી હતી.ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે બન્ને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ કરી કાયદેસર ની કાર્યવાહી બાદ મૃતદેહ ને પરિવાર ને સોંપવામાં આવશે.

રિપોર્ટર : જબીઉલ્લા શેખ, ડભોઈ

Related posts

Leave a Comment