હિન્દ ન્યુઝ, સુરત
શહેરમાં આગામી તા.૦૩/૦૩/૨૦૨૬ના રોજ હોળી તથા તા.૦૪/૦૩/૨૦૨૬ના રોજ ધૂળેટીના તહેવારની ઉજવણી હેઠળ જાહેર સલામતી અને સુલેહ શાંતિ જળવાય તે હેતુથી શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પડી કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.
જે અનુસાર શહેરમાં હોળી-ધુળેટીના તહેવારમાં કોઇ પણ વ્યક્તિ કે ઇસમોએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ/મકાન/મિલ્કત/વાહન કે વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કિચડ, રંગ, સિન્થેટીક રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી કે થેલી સહિતની વસ્તુઓ નાંખવા, નંખાવવા અથવા હોળી ધુળેટીના પૈસા(ગોઠ) ઉઘરાવવા તેમજ બીજા કોઇ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહન રોકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૦૨/૦/૨૦૨૬થી તા.૦૫/૦૩/૨૦૨૬ કરાશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
