હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં આવેલ ડેમોની સપાટીના આંકડા ફ્લડસેલ, ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા અનુસાર ધારી તાલુકાના ખોડિયાર ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૨૦૨.૬૮ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૨૦૦.૮૨ છે. પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૫.૫૩ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૩.૬૨ છે. પાલીતાણા તાલુકાના રજાવળ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૬.૭૫ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૨.૩૫ છે. પાલીતાણા તાલુકાના ખારો ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૪.૧૨ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૩.૨ છે. મહુવા તાલુકાના માલણ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૧૦૪.૨૫ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૧૦૦.૫૩ છે. ઉમરાળા તાલુકાના રંધોળા ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૬૨.૫૦ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૬૦.૨૨ છે. ભાવનગર તાલુકાના લાખણકા ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૪૪.૨૨ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૪૦.૮ છે. તળાજા તાલુકાના હમીરપરા ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૮૭.૮૦ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૮૨.૨ છે. પાલીતાણા તાલુકાના હણોલ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૯૦.૧૦ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૮૮.૭ છે. મહુવા તાલુકાના બગડ ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૬૦.૪૧ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૮.૬૬ છે. મહુવા તાલુકાના રોજકી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૯૯.૦૬ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૯૫.૮૫ છે. તળાજા તાલુકાના જસપરા(માં) ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૪૦.૨૫ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૩૧.૩ છે. તળાજા તાલુકાના પીંગળી ડેમની ઓવરફ્લો થવાની સપાટી ૫૧.૩૦ મીટર છે જ્યારે હાલ આ ડેમમાં પાણીની સપાટી ૫૦.૩ છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી