સુઈગામ ખાતે 194 BN BSF ગાંધીનગર દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ વાહન વ્યવહાર અને ગુજરાત પ્રવાસન નિગમ મંત્રી પૂર્ણવભાઈ મોદી ની અધ્યક્ષતામાં યોજાયો

હિન્દ ન્યુઝ,

બનાસકાંઠા જિલ્લાના સરહદી સૂઇગામ મટકે મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યા મંદિર ખાતે 194 BN, BSF ગાંધીનગર દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ નો આયોજન કરવામાં આવ્યું હતું. આજના 194 BN, BSF સિવિક એક્શન પ્રોગ્રામ ગાંધીનગર આયોજિત કાર્યક્રમમાં આર.એસ.રામ DIG SHQ BSF ગાંધીનગર, રાજશેખર 123 BN BSF કમાન્ડન્ટ, રાજેશ રંજન કમાન્ડન્ટ 53 BN BSF, ઇન્સ્પેક્ટર (G) રાજીવ કુમાર સિંઘ Offg DC (G) FGU, BSF દાંતીવાડા, રાજદિપ સિંઘ કમાન્ડન્ટ 194 BN BSF, વાહન વ્યવહાર અને પ્રવાસન મંત્રી પૂર્ણ મોદી, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વાવ સુઈગામ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સુઈગામ પ્રાંત અધિકારી નવલદાન ગઢવી સુઇગામ મામલતદાર અન્સારી ,જલોયા સરપંચ અને સુઈગામ સરપંચ શંકરભાઈ ખરેટ ઉપસ્થિત રહ્યા હતા.

આજના સિવિક એક્શન પ્રોગ્રામ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જલોયા ગામની વિધવા બહેનોને 200 લીટર ની sintex ની ટાકીઓ આપવામાં આવી હતી અને સુઈગામ મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યાલય ના આચાર્ય ને 194 BN BSF દ્વારા સિવિક એક્સન પ્રોગ્રામ અંતર્ગત વોટર પંપ 20 લીટર ૧૬, પાણી સંગ્રહ ટેન્ક 200 લીટર ૩૦ નંગ, sintex પાણી સંગ્રહ હજાર લિટર ૨ નંગ, કચરાપેટી 7 પ્લાસ્ટિક ખુરશી ટેબલ 12 નંગ, સ્કુલ બેગ 200, ચિત્ર પેન્સિલ 200, યુઝર 200 નટરાજ પ્લાસ્ટિક સ્કેલ ૧૨એમ 200, કમલી xbox 200 નોટીસ બોર્ડ 200, નોટબુક 600 નટરાજ સાધના 200, ક્રિકેટ કીટ 2, ક્રોમા boll2 પ્લાસ્ટિક જે બોલ 2, table 4 સીટના 2, પાણી ફિલ્ટર ચેસ મશીન 9 અને લેટેસ્ટ માસ્ક 200 સહિત કુલ ટોટલ ત્રણ લાખ બસો રુપિયાની કિંમતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. ડીઆઇજીએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના ગ્રામજનોએ સીમા સુરક્ષા સાથે તાલમેલ અને ભાઈચારો સહાયની રાખવા ઉપર ભાર મૂક્યો હતો. આજના 194 BN BSF સિવિલ એક્શન પ્રોગ્રામ ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં સરહદી સૂઇગામ અને જલોયા ગ્રામજનો બહોળી સંખ્યામાં તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment