શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા પોલીસ કમિશ્નર નું સન્માન કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, સુરત 

         ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરુવાર, તા. ૦૧ ફેબ્રુઅરી, ૨૦૨૪ ના સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે વય નિવૃત્તિ ને કારણે નિવૃત થનાર સુરત શહેર ના પોલીસ કમિશ્રનર અજય તોમર નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી સંસ્થાઓ દ્વારા પણ કમિશ્રનર નું સન્માન કરેલ. આ સાથે સાથે સમાજ ના કોઈ પરિવાર દ્વારા કોઈ ઉચ્ચ અધિકારી નું સન્માન કરનાર કદાચ કોઈ હોઈ તો શ્રી વઘાસીયા પરિવાર હશે. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા એ જણાવેલ કે આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાત માં કાયદો વ્યવસ્થા ખુબ સારી છે. પરંતુ કમિશ્રનર તોમર ના કાર્યકાળ દરમિયાન સુરત માં આ બાબતે ખુબ સારું કાર્ય થયેલ છે. સુરત માં સીસીટીવી મુકવાની વાત હોય કે સાયબર ક્રાઈમ, અપહરણ અને હત્યા જેવા ગુનાઓમાં કમિશ્રનરના કાર્યકાળ દરમીયાન ખુબ સારા પરિણામો મળ્યા છે. ભારત ના અન્ય શહેરો કરતા સુરત માં ક્રાઈમ ડીટેક્શન રેસીયો ખુબ સારો છે એટલે જ પ્રજા શાંતિ થી રહી શકે છે. એટલા માટે જયારે કોઈ અધિકારીઓ સારા કર્યો કરે ત્યારે એક નાગરિક તરીકે પણ આપણે એમને સન્માનવા જોઈએ અને એમની સેવાઓને બિરદાવવી જોઈએ. તેના ભાગ રૂપે વઘાસિયા પરિવાર દ્વારા સન્માન કરવાનું નક્કી કરેલ.  સન્માન કાર્ય માં યુવા પ્રમુખ નીતિનભાઈ, યુવા કાર્યકર્તાઓ, પૂર્વ પ્રમુખ વિનુભાઈ તેમજ કેશુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમણે સહભાગી બનાવવા બદલ ચેમ્બર ના પ્રમુખ રમેશ વઘાસીયા, સેક્રેટરી નીખીલ મદ્રાસી અને સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કરેલ.

Related posts

Leave a Comment