જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામા આવ્યું

જોડિયા,

જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરસીભાઈ નદાસણા (ઝાલાભાઈ) કુનડ, જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ મતિ શ્વેતાબેન વી.છત્રોલા જોડિયા, તા.પ.ના કારોબારી અધ્યક્ષ જોડિયા ગ્રામ પચાયત સરપંચ, જોડિયા ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ બાવલાભાઈ એચ.નોત્યાર દ્વારા આજ રોજ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું.
જોડિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ એજ રોજ કોવિડ.19ની મહામારી ને કારણે ગુજરાત માં વિકટ પરિસ્થિતિ છે. લાંબા સમયથી લોકડાઉન ને કારણે ધધા,વેપાર, રોજગાર, ખેતી ના કામો સાવ ઠપ થઈ ગયા છે. લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે. સરકારશ્રી તરફથી કોઈ જ જરૂરી સહાય મળી નથી. એવા સંજોગોમાં પ્રજાની લાગણી અને માગણી ને વાચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઇ ચાવડા ની સૂચના અનુસાર નીચે મુજબ ની માગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું છે..
માંગણીઓ (૧) માર્ચ અને જૂન સુધી ના વિજબીલ માફ કરવામાં આવે (૨) ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારો ના પાણી વેરો અને મિલ્કત વેરો માફ કરવામાં આવે  અને નાના વેપારી ઓને ધંધા સ્થળ ના વેરા માફ કરવામાં આવે (૩) ખાનગી શાળા ની પ્રથમ સત્ર ની ફી માફ કરો અથવા સરકાર ફીની રકમની સહાય આપે ,
અમારી આ માંગણીને ઉચ્ચકક્ષા સુધી પહોંચાડવા વિનંતી છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા.

Related posts

Leave a Comment