જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નાયબ જિલ્લા પ્રોગ્રામ કોડિનેટર રાઠોડ ની અધ્યક્ષામાંથી યોજના હેઠળ કામ શરૂ કરવામાં આવ્યું

જોડિયા,

તારીખ 29/05/2020 ના રોજ જોડિયા તાલુકા ના જોડિયા ગામે જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નાયબ જિલ્લા પ્રોગ્રામ કોડિનેટર રાઠોડ ની અધ્યક્ષા માં થી યોજનામાં હેઠળ કામ ચાલુ કરવા માં આવ્યું. જેમના પ્રથમ દિવસે ગામ ના મોટા ભાગ ના મજૂરો આ યોજના નો લાભ લઇ કામ કરી રોજગારી મેળવે છે.
આ લોકડાઉન્ન ની પરિસ્થિતિ માં લોકો પાસે કામ ન હોય બેરોજગારી ના કારણે ખૂબ જ આર્થિક ભીંસ માં હતા . લાંબા સમય બાદ મનરેગા ના કામ જોડિયા ગામે સરું થતાં બેરોજગાર લોકો ને રોજગારી મળતાં લોકો માં હર્ષ ની લાગણી છવાય આ તકે મહિલા બાળકલ્યાણ સમિતિ ના ચેરમેન એસ.એસ. ખ્યાર તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન બાવલભાઈ નુત્યાર તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ રાવલ, apo મનરેગા વિભાગ વલ્લભભાઈ રાઠોડ, તલાટી કમ મંત્રી હરીશભાઈ કાનાણી, નિલેશભાઈ નાગપરા, તાલુકા drda માંથી દેવાયતભાઈ આહીર રોજગારી ગ્રામ સેવક યુનુશ કાંતિયાર Icds કોડિનેટર હાજી બારૈયા વગેરે હાજર રહ્યા. આ તકે મજૂરો દ્વારા અધિકારી અને પદ અધિકારી નો કામ ચાલુ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માં આવ્યું.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment