હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કાલાવડમાં નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને રોડ રસ્તા, કેનાલો, શેરી વગેરે સ્થળોએ સફાઈ કરી અન્ય લોકોને પણ સ્વચ્છતા જાળવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ચાલનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.