જામનગર
ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે.
“વિકાસ સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં કલેકટર બી. કે. પંડયા સહિતના અધિકારીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી. સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબધ્ધ રહેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહી દેશના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા અંગે શપથ લીધા હતા.
આ શપથગ્રહણમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, પ્રાંત અધિકારીઓ, અધિકારીઓ તથા સ્ટાફ જોડાયા હતા.