“ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત ૪૨ પાટીદાર સમાજ હોલ લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર

             મહીસાગર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાખાભાર્થીઓને ચાવી અને કળશ આપીને સામુહિક ગૃહ પ્રવેશ કરાવ્યો. વડોદરા ખાતે થી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂતૅ અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા

ગુજરાત ગૌરવ અભિયાનની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડોદરા ખાતેથી વર્ચુયલી ઉપસ્થિતિમાં ૪૨ પાટીદાર સમાજ હોલ લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેનની તેમજ લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમાર ની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિક રૂપે ૧૦ લાભાર્થીઓને આવાસની ચાવી અને કળશ આપી તેમનો પાકા મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રીના દિર્ધઆયુ માટે શુભકામના કરતાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ગરીબોને રહેવા માટે છતનું નિર્માણ તથા ગરીબોનો વિકાસ થયો છે. લોકોને ઘરનાં ઘર બનાવવા માટે મળતી સહાય “પ્રધાનમંત્રી આવાસ યોજના” આશિર્વાદરૂપ છે. આ યોજનાના કોઈપણ વ્યક્તિ વંચિત ન રહે, એ માટે આપણે નિમિત્ત બનવું જોઇએ. આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવકે જણાવ્યું હતું કે, ગ્રામિણ વિસ્તારોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો પુરા પાડવામાં આવે છે. જેમ જેમ મકાનનું કામ થતું જાય તે રીતે આગળના હપ્તા ચુકવવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણીએ આ પ્રસંગે ઉદબોધન કરી લાભાર્થીઓને વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. મહીસાગર જીલ્લામા ૭ હજારના લક્ષ્યાંકની સામે ૭૪૦૦ આવાસનુ કામ પૂણ થયેલ છે ત્યારે જિલ્લાની ટીમને શુભેચ્છાઓ આપી હતી.

       આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વડોદરાથી “ગુજરાત ગૌરવ અભિયાન”ના પ્રધાનમંત્રીના કાર્યક્રમને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ તમામ આદિજાતિ તાલુકા માટે પોષણ સુધા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહાનુભાવુના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અને કળશ આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.

          આ કાર્યક્રમમાં લુણાવાડા નગરપાલીકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન મહેતા, સંતરામપુર, લુણાવાડા અને ખાનપુર તાલુકા પંચાયતના પ્રમુખઓ, તાલુકાના જિલ્લા અગ્રણીઓ સહીત જુદા જુદા તાલુકાઓમાંથી આવતા લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment