ડભોડા અનુપમ પ્રાથમિક શાળા માં લેખન સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાધનપુર

         લેખન સ્પર્ધા માં રાજ્ય કક્ષામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ સૃષ્ટિબેન પરમાર ને સુહાગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ડભોડા ગામના ખૂબ જ ઉત્સાહિ સરપંચ ભૂપતસિંહ કાંતિજી ઠાકોર, ડભોડા અનુપમ પ્રાથમિક શાળાના ખૂબ જ કાબેલ અને મહેનતુ આચાર્ય ડો. માનસિંહભાઈ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોમાં બાલાજીભાઈ, રઘુજીભાઈ અને રમેશભાઈ તેમજ બેંક રિટાયર કર્મચારી રમેશભાઈ ચૌહાણ તેમજ સક્રિય યુવા ટીમના સભ્યોએ ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી હતી. સૃષ્ટિબેન ને ઈનામ તેમજ સુહાગ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપી કિરણભાઈ, સતીશભાઈ દ્વારા સન્માનિત કરાયા હતા. ડભોડા ના સરપંચ એ 500 રૂપિયા રોકડ ઈનામ પણ પુરસ્કાર રૂપે સૃષ્ટિ ને આપ્યું હતું.

        આમ કિરણભાઈ એ આ કાર્યક્રમનો હેતુ દર્શાવતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી બીજા અભ્યાસ કરતા બાળકો ને પ્રેરણા મળશે અને એ બાળકો પણ મહેનત કરી અને સૃષ્ટિની જેમ વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓમાં નંબર લાવશે આગળ વધશે તેવી વિસ્તૃત માહિતી સુનિલભાઈએ સુહાગ સેવા ટ્રસ્ટ ની વિસ્તૃત માહિતી આપી છેલ્લે કિરણભાઈ સુનિલભાઈ એ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ આમંત્રિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment