રાજ્ય સરકારનું વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “નાગરિક દેવો ભવ:”ની વિભાવનાને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું. નાગરિકોને ઘરે બેઠા સરકારી સેવાઓ પૂરી પાડવા અને ‘લાઈનમાંથી ઓનલાઈન’ અભિગમને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકાર અને Meta વચ્ચે ગાંધીનગર ખાતે મહત્વના MoU સંપન્ન થયા.

હવે રાજ્યના ગ્રામીણ અને શહેરી નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં 5 વિભાગોની 20 જેટલી મહત્વપૂર્ણ સરકારી સેવાઓ જેવી કે આવક, જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ્સ, મહેસૂલ રેકોર્ડ્સ, સત્તાવાર સોગંદનામા અને ફરિયાદ નિવારણ સહાય સીધી પોતાના મોબાઈલ પર મેળવી શકશે.

Related posts

Leave a Comment