કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ડી.એલ.સી.સી.કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને NEET(UG)-2026ની પરીક્ષા અંગે જિલ્લા સ્તરીય ડી.એલ.સી.સી.કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ સમગ્ર પરીક્ષાનું સુનિયોજીત અને સુચારુ આયોજન થાય એ દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાના વેરાવળ મથકે આવેલા ૦૫ પરીક્ષા સેન્ટરો ઉપર તા.૨૧/૦૬/૨૦૨૬નાં રોજ યોજાનાર પરીક્ષા ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રની સીધી દેખરેખ હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ યોજાનાર છે.

આ પરીક્ષા બાબતે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટેનુ સમિતિના સભ્યો દ્વારા જરૂરી આયોજન તેમજ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

 જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા કેન્દ્રો ઉપર જરૂરી વ્યવસ્થા તેમજ પરીક્ષાની કામગીરી માટે જરૂરી સ્ટાફની વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમ્યાન તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી તબીબી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. 

પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તથા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવા કલેકટર દ્વારા બેઠકમાં હાજર રહેલ અધિકારીઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment