ડુંગળીના ઓછાં ભાવ મળ્યા હોય તેવા ખેડૂતોને રૂ.૫૦ હજાર સુધીની સહાય મળશે

હિન્દ ન્યુઝ, જામનગર

   રાજ્યની કોઇપણ એ.પી.એમ.સી.માં તા.૦૧-૦૪-૨૦૨૫ થી તા.૩૧-૦૫-૨૦૨૫ના સમયગાળામાં પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું વેચાણ એ.પી.એમ.સી.માં કર્યું હોય અને તેવા ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં એપ્રિલ-૨૦૨૫ અને મે-૨૦૨૫ દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ઓછા મળ્યા હોય તો તેવા ખેડૂતોને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. 

રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને પ્રતિ ક્વિન્ટલ રુ.૨૦૦ની સહાય આપવામાં આવશે. ખેડૂતોએ મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે, મહત્તમ રુ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. 

જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ-૨.૦ પર તા.૧૫-૦૭-૨૦૨૫ સુધીમાં http://ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરુરી સાધનિક કાગળો /દસ્તાવેજો (૭/૧૨ અને ૮-અ /વન અધિકારી પત્ર, તલાટી કામ મંત્રીનો ડુંગળીનાં વાવેતર અંગેનો દાખલો, એ.પી.એમ.સી. નો ગેટ એન્ટ્રીનો પુરાવો અને બિલ, આધારકાર્ડ અને બેન્ક પાસબુકની નકલ) સામેલ રાખી તા.૩૧-૦૭-૨૦૨૫ સુધીમાં રુબરુ કે ટપાલના માધ્યમથી નાયબ બાગાયતની કચેરી, રૂ નં.-૪૮, જીલ્લા સેવા સદન-૪, રાજપાર્ક જામનગર ખાતે મોકલી આપવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment