હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો જુલાઇ ૨૦૨૫ માસનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ-૨૩/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર-કચેરી બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી/વિભાગને લગતા એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તારીખ-૧૬/૦૭/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાક થી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા અથવા swagat.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા મામલતદાર, બોટાદ(ગ્રામ્ય) દ્વારા જાણ કરવામાં આવે છે.
