હિન્દ ન્યુઝ, ગીરગઢડા
જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૮/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા (ગીર ગઢડા)ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, તા.૨૮ મે ૨૦૨૬ના રોજ બકરી ઈદની રજા જાહેર થતાં આ ભરતીમેળો તા.૨૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાશે.
ગીર ગઢડા ખાતે તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર રોજગાર ભરતી મેળામાં સિલ્વર કન્ઝ્યૂમર ઈલેક્ટ્રીકલ્સ લિ. રાજકોટ તેમજ મહાવીર એન્ટપ્રાઇઝ રાજકોટ હાજર રહેશે.
જેમાં વિવિધ લાયકાત અને અલગ-અલગ જગ્યાઓ માટે ધો.૧૦, ધો.૧૨ આઈ.ટી.આઈ. ,ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ભાઈઓ-બહેનો ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
