વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સુરત: દક્ષિણ ગુજરાત

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ’ વિષય પર સેમિનાર યોજાયો હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)ના બીજા દિવસે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ‘ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઝીંગા, મત્સ્ય ઉત્પાદન અને નિકાસલક્ષી વૃદ્ધિ માટે દક્ષિણ ગુજરાતમાં ટકાઉ ખારા પાણીના મત્સ્ય ઉછેરને વેગ’ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મંત્રીએ જણાવ્યું કે, આપણા રાજ્યમાં પ્રથમ વખત…

Read More

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત

MSME કોન્ક્લેવમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને આત્મનિર્ભર ભારત પર વિચાર મંથન હિન્દ ન્યુઝ, સુરત  સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત “વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ”ના બીજા દિવસે યોજાયેલ MSME કોન્ક્લેવમાં “ઉત્પાદકતા અને સ્પર્ધાત્મક વૈશ્વિક માર્ગો” વિષય પર કેન્દ્રિત ચર્ચા સત્ર યોજાયું હતું. આ સત્રમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા, ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થાને ગતિ આપવાના માર્ગો તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં MSME સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. સત્ર દરમિયાન વિવિધ ક્ષેત્રના વિષય નિષ્ણાંતો દ્વારા MSME સેક્ટરના વિકાસ માટેના વિવિધ આયામો પર માર્ગદર્શન આપવામાં આવ્યું…

Read More

‘સહકારથી સમૃદ્ધિ’ @ VGRC સુરત

હિન્દ ન્યુઝ, સુરત    વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહકાર ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજી અને ગ્રીન એનર્જીના સમન્વય પર મંથન કરાયું સુરત સ્થિત ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના દ્રિતીય દિવસે રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉધ્યોગ, પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ ઈન કો.ઓપરેટીવ સેક્ટર ઓફ ગુજરાત વિષય પર મંથન કરાયું. આ પ્રસંગે નાયબ દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.                 …

Read More

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ બીજો દિવસ: દક્ષિણ ગુજરાત

હિન્દ ન્યુઝ, સુરત    સ્થિત ઓરો યુનિ. ખાતે યોજાયેલી VGRCના બીજા દિવસે ગ્રીન એનર્જી રિચ ગ્રીડ:સિસ્ટમ પ્લાનિંગ અને ઇન્ટિગ્રેશન-વિષય પર પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.            ગ્રીન એનર્જી રિચ ગ્રીડ વિષયક સેમિનારમાં ખાસ કરીને ઉર્જા ક્ષેત્રે બદલાતા સમય સાથે વધતી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને તેના વિવિધ સ્વરૂપો વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં વર્ષ ૨૦૭૦ સુધી અને ગુજરાતમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘નેટ-ઝીરો’ ઉત્સર્જન હાંસલ કરવાના ધ્યેય અને તેને…

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સુરતમાં રૂ.૩.૫૩ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, સુરત    ઓરો યુનિવર્સિટીમાં તા.૧ અને ૨ મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત’નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.૩,૫૩,૩૦૬ લાખ કરોડના ૨૭૯૨ એમ.ઓ.યુ. થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કરી હતી.            આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે એમ જણાવી શ્રી નડ્ડાએ ગુજરાતની આર્થિક તાકાતને…

Read More

વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં‘ઇનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન’ વિષય પર સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં ‘Enabling Gujarat’s Circular Transition: Policies, Partnerships and Pathways’ વિષય પર સેમિનાર યોજાયો હતો. વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં કચરો એ હવે સમસ્યા નહીં, પણ ‘રિસોર્સ મટીરિયલ’ છે. ઘરેલું કચરો પણ હવે એનર્જી ઉત્પન્ન કરવા માટેના સ્રોતના રૂપમાં ઉપયોગી બની રહ્યો છે. સર્ક્યુલર ઇકોનોમીના માર્ગે ચાલી રાજ્ય સરકાર પર્યાવરણ જાળવણીની સાથે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહી છે.  

Read More