જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે ગામના સરપંચ ભદ્રેશભાઈ મોવલીયા તથા ઉપસરપંચ રમેશભાઈ સાકરીયાએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય ડૉ. કોકિલાબેન ઉંધાડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બામણગઢ ગામમાં આ વર્ષે અદ્યતન શાળા બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સાથે જ શિક્ષકઓના સતત શ્રેષ્ઠ…

Read More

એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા

હિન્દ ન્યુઝ, વડોદરા      આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃતનિશ્ચિયી તબીબો જ દર્દીનારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે.  ડૉ. સ્મિતાબેન રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી…

Read More